< ԵՓԵՍԱՑԻՍ 4 >

1 Ուստի ես՝ Տէրոջ բանտարկեալը՝ կ՚աղաչե՛մ ձեզի, որ ձեր ընթացքը արժանավայել ըլլայ այն կոչումին՝ որով կանչուեցաք,
એ માટે હું, પ્રભુને સારુ બંદીવાન, તમને વિનંતી કરું છું કે, જે તેડાથી તમે તેડાયા છો, તે તેડાને યોગ્ય થઈને ચાલો;
2 լման խոնարհութեամբ ու հեզութեամբ, համբերատարութեամբ, սիրով իրարու հանդուրժելով,
સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો;
3 ջանալով պահել Սուրբ Հոգիին միաբանութիւնը՝ խաղաղութեան կապով:
શાંતિના બંધનમાં આત્માની એકતા રાખવાનો યત્ન કરો.
4 Մէ՛կ մարմին կայ, եւ մէ՛կ Հոգի, ինչպէս մէ՛կ յոյսով կանչուեցաք ձեր կոչումին:
જેમ તમારા તેડાની એક આશામાં તમે તેડાયેલા છો, તેમ એક શરીર તથા એક આત્મા છે;
5 Տէրը մէ՛կ է, հաւատքը՝ մէ՛կ, մկրտութիւնը՝ մէ՛կ:
એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા,
6 Մէ՛կ է Աստուած եւ բոլորին Հայրը, որ բոլորէն վեր, բոլորին հետ եւ ձեր բոլորին մէջն է:
એક ઈશ્વર અને સર્વના પિતા, ઈશ્વર સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છે.
7 Բայց մեզմէ իւրաքանչիւրին շնորհք տրուած է՝ Քրիստոսի պարգեւին չափին համեմատ:
આપણામાંના દરેકને ખ્રિસ્તનાં કૃપાદાનના પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે.
8 Ուստի կ՚ըսէ. «Երբ ելաւ բարձր տեղը՝ գերեվարեց գերութիւնը եւ նուէրներ տուաւ մարդոց»:
એ માટે તે કહે છે કે, ઊંચાણમાં ચઢીને તે ઈસુ ખ્રિસ્ત બંદીવાનોને લઈ ગયા તથા તેમણે માણસોને કૃપાદાન આપ્યાં.
9 (Իսկ այդ «ելաւ»ը ի՞նչ ըսել է, եթէ ոչ նշանակել՝ թէ ինք նաեւ նախապէս իջաւ երկրի ստորին մասերը:
તેઓ પ્રથમ પૃથ્વીના ઊંડાણોમાં ઊતર્યા.
10 Ա՛ն՝ որ իջաւ, նաեւ նոյնն է՝ որ ելաւ բոլոր երկինքներէն աւելի վեր, որպէսզի լեցնէ ամէն բան: )
૧૦જે ઊતર્યા તે ઈસુ ખ્રિસ્ત એ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ સ્વર્ગો પર ઊંચે ચઢ્યાં.
11 Եւ ինք տուաւ ոմանք՝ առաքեալներ ըլլալու, ոմանք՝ մարգարէներ, ոմանք՝ աւետարանիչներ, ոմանք՝ հովիւներ ու վարդապետներ,
૧૧વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને સારુ, ખ્રિસ્તનું શરીર ઉન્નતિ કરવાને સારુ,
12 սուրբերուն կատարելութեան համար, սպասարկութեան գործին համար, Քրիստոսի մարմինին շինութեան համար.
૧૨તેમણે કેટલાક પ્રેરિતો, કેટલાક પ્રબોધકો, કેટલાક સુવાર્તિકો, અને કેટલાક પાળકો તથા શિક્ષકો આપ્યા;
13 մինչեւ որ բոլորս հասնինք հաւատքին եւ Աստուծոյ Որդին ճանչնալու միաբանութեան, կատարեալ մարդու վիճակին, Քրիստոսի լիութեան հասակի չափին:
૧૩ત્યાં સુધી કે આપણે સહુ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા ડહાપણના ઐક્યમાં સંપૂર્ણ પુરષત્વને, એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ.
14 Որպէսզի ա՛լ ասկէ ետք մանուկ չըլլանք, տարուբերած ու վարդապետութեան ամէն հովէ հոս-հոն քշուած՝ մարդոց խաբեբայութեամբ, որոնք կը մոլորեցնեն խորամանկութեան հնարքներով.
૧૪જેથી હવે આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા ન થઈએ.
15 հապա՝ ճշմարտութիւնը խօսելով սիրոյ մէջ, ամէն բանի մէջ աճինք անո՛վ՝ որ գլուխն է, այսինքն՝ Քրիստոսով:
૧૫પણ પ્રેમથી સત્યને બોલીને, ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ.
16 Անով է որ ամբողջ մարմինը, յարմարութեամբ միասին կազմուած եւ իրարու կցուած ամէն յօդի օժանդակութեամբ՝ ամէն մասի ներգործութեան չափին համեմատ, կ՚աճի սիրոյ մէջ՝ իր շինութեան համար:
૧૬એનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને, દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી, પ્રેમમાં પોતાની ઉન્નતિને સારુ શરીરની વૃદ્ધિ કરે છે.
17 Ուրեմն սա՛ կը յայտարարեմ ու Տէրոջմով կը վկայեմ, որ դուք այլեւս չընթանաք այնպէս՝ ինչպէս ուրիշ հեթանոսները կ՚ընթանան, իրենց միտքին ունայնութեան մէջ:
૧૭એ માટે હું કહું છું તથા પ્રભુમાં સાક્ષી આપું છે કે, જેમ બીજા બિનયહૂદી પોતાના મનની ભ્રમણામાં ચાલે છે, તેમ હવેથી તમે ન ચાલો;
18 Անոնց միտքը խաւարած է, եւ իրենք ուծացած են Աստուծոյ կեանքէն՝ իրենց մէջ եղած անգիտութեան եւ իրենց սիրտին կուրութեան պատճառով:
૧૮તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી, અને તેઓના હૃદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાનતા છે, તેને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર છે.
19 Անզգայ դարձած՝ անձնատուր եղան ցոփութեան, որպէսզի ամէն տեսակ անմաքրութիւն գործեն ագահութեամբ:
૧૯તેઓ નઠોર થયા. અને આતુરતાથી સર્વ દુરાચારો કરવા સારુ, પોતે વ્યભિચારી થયા.
20 Բայց դուք ա՛յսպէս չսորվեցաք Քրիստոսը,
૨૦પણ તમે ખ્રિસ્તની પાસેથી એવું શીખ્યા નથી,
21 եթէ իսկապէս լսեցիք զինք եւ սորվեցաք իրմէ՝ Յիսուսի մէջ եղող ճշմարտութեան համաձայն՝
૨૧જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમને તે વિષેનું શિક્ષણ મળ્યું હોય તો,
22 որպէսզի թօթափէք ձեր նախկին վարքին վերաբերող հին մարդը, - որ ապականած է խաբեբայ ցանկութիւններով, -
૨૨તમારી અગાઉની વર્તણૂકનું જૂનું મનુષ્યત્વ જે કપટવાસના પ્રમાણે ભ્રષ્ટ થતું જાય છે તે દૂર કરો.
23 նորոգուիք ձեր միտքին հոգիով,
૨૩અને તમારી મનોવૃત્તિઓ નવી બનાવો.
24 ու հագնիք նո՛ր մարդը, որ ստեղծուած է արդարութեամբ եւ ճշմարիտ սրբութեամբ՝ Աստուծոյ պատկերին համաձայն:
૨૪અને નવું મનુષ્યત્વ જે ઈશ્વરના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સૃજાયેલું છે તે ધારણ કરો.
25 Ուստի՝ թօթափելով ստելը՝ ճշմարտութի՛ւնը խօսեցէք իրարու հետ՝՝, որովհետեւ մենք իրարու անդամներ ենք:
૨૫એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સત્ય બોલો; કેમ કે આપણે એકબીજાનાં અંગો છીએ.
26 Բարկացէ՛ք, բայց մի՛ մեղանչէք. արեւը թող մայր չմտնէ ձեր բարկացած վիճակին վրայ,
૨૬ગુસ્સે થવાય ત્યારે ખુન્નસ રાખવાનું પણ પાપ ન કરો; તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો;
27 ու տեղ մի՛ տաք Չարախօսին:
૨૭અને શેતાનને સ્થાન આપો નહિ.
28 Ա՛ն որ կը գողնար՝ ա՛լ թող չգողնայ. այլ մանաւանդ թող աշխատի՝ իր ձեռքերով գործելով ինչ որ բարի է, որպէսզի բան մը ունենայ տալու կարօտեալին:
૨૮ચોરી કરનારે હવેથી ચોરી કરવી નહિ; પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સારાં કામ કરવાં, એ સારુ કે જેને જરૂરિયાત છે તેને આપવા માટે પોતાની પાસે કંઈ હોય.
29 Ո՛չ մէկ վատ խօսք թող ելլէ ձեր բերանէն, հապա՝ ինչ որ բարի է, շինութեան կարիքին համեմատ, որպէսզի շնորհք տայ լսողներուն:
૨૯તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્નતિને સારુ હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું હિત સધાય.
30 Եւ մի՛ տրտմեցնէք Աստուծոյ Սուրբ Հոգին, որով դուք կնքուեցաք ազատագրութեան օրուան համար:
૩૦ઈશ્વરનો પવિત્ર આત્મા, જેણે તમને ઉદ્ધારના દિવસને સારુ મુદ્રાંકિત કર્યા છે, તેને ખેદિત ન કરો.
31 Ամէն տեսակ դառնութիւն, զայրոյթ, բարկութիւն, գոչիւն ու հայհոյութիւն թող վերցուին ձեզմէ՝ ամէն տեսակ չարամտութեան հետ:
૩૧સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ, અપમાન તેમ જ સર્વ પ્રકારના દુરાચાર કરવાનું બંધ કરો.
32 Եւ քա՛ղցր եղէք իրարու հանդէպ, գթած, ներելով իրարու, ինչպէս Աստուած Քրիստոսով ներեց ձեզի:
૩૨તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી આપી તેમ તમે એકબીજાને માફ કરો.

< ԵՓԵՍԱՑԻՍ 4 >