< 1 કાળવ્રત્તાંત 24 >

1 હારુનના પુત્રો; નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.
Harun nəslinin bölükləri bunlardır. Harunun oğulları: Nadav, Avihu, Eleazar və İtamar.
2 નાદાબ અને અબીહૂ પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા. તેઓને સંતાન ન હતા, તેથી એલાઝાર તથા ઈથામાર યાજકનું કામ કરતા હતા.
Ancaq Nadav və Avihu atalarından əvvəl öldü və oğulları da yox idi. Buna görə də Eleazar və İtamar kahin oldu.
3 સાદોક, એલાઝારના વંશજોમાંનો એક અને અહીમેલેખે, ઈથામારના વંશજોમાંનો એકની સાથે મળી, દાઉદે, યાજકો તરીકેના કામ માટે તેઓને વિવિધ જૂથોમાં ગોઠવ્યા.
Davud, Eleazar nəslindən Sadoq və İtamar nəslindən Aximelek onları xidmət işlərinə görə növbələrə ayırdı.
4 એલાઝારના પુત્રોમાં, ઈથામારના પુત્રો કરતાં મુખ્ય પુરુષો સંખ્યામાં વધારે હતા, તેથી એલાઝારના પુત્રોના સોળ વર્ગ પાડવામાં આવ્યાં. ઈથામારના પુત્રોનાં કુટુંબોના આઠ મુખ્ય પુરુષો હતા, માટે તેઓના આઠ વર્ગ પાડવામાં આવ્યા.
Eleazar nəsli arasında İtamar nəslindən daha çox nəsil başçısı tapıldı. Onlar belə ayrıldı: Eleazar nəslindən nəsil başçısı on altı nəfər, İtamar nəslindən nəsil başçısı səkkiz nəfər.
5 તેમણે ચિઠ્ઠીઓ નાંખી બિનપક્ષપાતીપણે તેઓને નિયુક્ત કર્યા તેથી પવિત્રસ્થાનના કારભારીઓ તથા ઈશ્વરના કારભારીઓ, એલાઝાર અને ઈથામાર, બન્નેના વંશજોમાંથી હતા.
Beləcə onlar püşklə eyni qayda ilə ayrıldı, çünki həm Eleazar nəslindən, həm də İtamar nəslindən Müqəddəs yerdə və Allahın önündə durmaq üçün başçılar var idi.
6 નથાનએલનો પુત્ર શમાયા ચીટનીસ, લેવીઓમાંનો એક હતો. તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકો અને લેવીઓના કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી. એલાઝાર તથા ઈથામારના કુટુંબ, વારાફરતી એક પછી એક ગણવામાં આવતું હતું.
Padşahın, rəislərin, kahin Sadoqun, Evyatar oğlu Aximelekin, kahinlərin və Levililərin nəsil başçılarının önündə Levili mirzə Netanel oğlu Şemaya onları qeydə aldı. Bir nəsil Eleazar üçün, o biri İtamar üçün alındı.
7 પહેલી ચિઠ્ઠી યહોયારીબની અને બીજી યદાયાની નીકળી.
Birinci püşk Yehoyarivə, ikincisi Yedayaya,
8 ત્રીજી હારીમની, ચોથી સેઓરીમની,
üçüncüsü Xarimə, dördüncüsü Seorimə,
9 પાંચમી માલ્કિયાની, છઠ્ઠી મીયામીનની,
beşincisi Malkiyaya, altıncısı Miyaminə,
10 ૧૦ સાતમી હાક્કોસની, આઠમી અબિયાની,
yeddincisi Haqqosa, səkkizincisi Aviyaya,
11 ૧૧ નવમી યેશૂઆની, દસમી શખાન્યાની,
doqquzuncusu Yeşuaya, onuncusu Şekanyaya,
12 ૧૨ અગિયારમી એલ્યાશિબની, બારમી યાકીમની,
on birincisi Elyaşivə, on ikincisi Yaqimə,
13 ૧૩ તેરમી હુપ્પાની, ચૌદમી યશેબાબની,
on üçüncüsü Xuppaya, on dördüncüsü Yeşevaya,
14 ૧૪ પંદરમી બિલ્ગાની, સોળમી ઈમ્મેરની,
on beşincisi Bilqaya, on altıncısı İmmerə,
15 ૧૫ સત્તરમી હેઝીરની, અઢારમી હાપ્પીસ્સેસની,
on yeddincisi Xezirə, on səkkizincisi Happissesə,
16 ૧૬ ઓગણીસમી પથાહ્યાની, વીસમી હઝકિયેલની,
on doqquzuncusu Petahyaya, iyirmincisi Yezekelə,
17 ૧૭ એકવીસમી યાખીનની, બાવીસમી ગામૂલની,
iyirmi birincisi Yakinə, iyirmi ikincisi Qamula,
18 ૧૮ ત્રેવીસમી દલાયાની અને ચોવીસમી ચિઠ્ઠી માઝયાની નીકળી હતી.
iyirmi üçüncüsü Delayaya, iyirmi dördüncüsü Maazyaya çıxdı.
19 ૧૯ ઇઝરાયલના ઈશ્વર, યહોવાહે તેઓના પિતા હારુનને આપેલી આજ્ઞા મુજબ તેની મારફતે અપાયેલા હુકમ મુજબ સેવા કરવાને યહોવાહના ભક્તિસ્થાનમાં આવવાનો તેઓનો અનુક્રમ એ મુજબનો હતો.
İsrailin Allahı Rəbbin əmr etdiyi kimi babaları Harunun vasitəsilə onlara verilən qaydalarına görə, Rəbbin məbədinə girmək üçün xidmət işinə görə növbələri belə idi.
20 ૨૦ લેવીના બાકીના પુત્રો નીચે મુજબ છે: આમ્રામના પુત્રોમાંનો શુબાએલ; શુબાએલના પુત્રોમાંનો યહદયા.
Levililərin qalan bölmələri bunlardır: Amramın nəslindən Şuvael, Şuvaelin nəslindən Yexdeya.
21 ૨૧ રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા જે આગેવાન હતો.
Rexavyanın nəslindən ilk oğlu İşşiya.
22 ૨૨ ઈસહારીઓમાંનો શલોમોથ. શલોમોથના પુત્રોમાં યાહાથ.
İsharın nəslindən Şelomot, Şelomotun nəslindən Yaxat.
23 ૨૩ હેબ્રોનના પુત્રોમાં સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.
Xevronun oğulları: ilk oğlu Yeriya, ikincisi Amarya, üçüncüsü Yaxaziel, dördüncüsü Yeqameam.
24 ૨૪ ઉઝિયેલનો પુત્ર મિખા. મિખાના પુત્રોમાંનો શામીર.
Uzzielin nəslindən Mikeya, Mikeyanın nəslindən Şamir.
25 ૨૫ મિખાનો ભાઈ યિશ્શિયા. યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા.
Mikeyanın qardaşı İşşiya, İşşiyanın nəslindən Zəkəriyyə.
26 ૨૬ મરારીના પુત્રો: માહલી તથા મુશી. યાઝિયાનો પુત્ર બનો.
Merarinin oğulları: Maxli, Muşi, onun nəslindən Yaaziya.
27 ૨૭ મરારીના પુત્રો: યાઝિયાનો બનો, શોહામ, ઝાક્કૂર અને ઈબ્રી.
Merari nəslindən olan Yaaziyanın oğulları: Şoham, Zakkur və İvri.
28 ૨૮ માહલીના પુત્રો એલાઝાર, તે નિ: સંતાન હતા.
Maxlinin nəslindən Eleazar. Onun oğlu yox idi.
29 ૨૯ કીશનો પુત્ર: યરાહમેલ.
Qişin nəslindən Yeraxmeel.
30 ૩૦ મુશીના પુત્રો: માહલી, એદેર તથા યરિમોથ. તે બધા તેમના કુટુંબ પ્રમાણે લેવીઓ હતા.
Muşinin oğulları: Maxli, Eder və Yerimot. Bunlar nəsillərinə görə Levililərin bölükləridir.
31 ૩૧ તેઓએ પણ હારુનના પુત્રોની માફક દાઉદ રાજા, સાદોક, અહીમેલેખ અને યાજકો તથા લેવીઓનાં કુટુંબનાં મુખ્ય પુરુષોની હાજરીમાં ચિઠ્ઠીઓ નાખી. કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓની કુટુંબોની માફક જ ચિઠ્ઠીઓ નાખી.
Onlar da qohumları olan Harun nəsli kimi padşah Davudun, Sadoqun, Aximelekin, kahinlərin və Levililərin nəsil başçılarının önündə püşk atdılar. Böyük nəsil başçıları da, qohumları olan kiçik nəsil başçıları da eyni qayda ilə püşk atdılar.

< 1 કાળવ્રત્તાંત 24 >