< નિર્ગમન 37 >

1 બસાલેલે બાવળના લાકડામાંથી કરારકોશ બનાવ્યો. જેની લંબાઈ અઢી હાથ, પહોળાઈ દોઢ હાથ તથા ઊંચાઈ દોઢ હાથ હતી.
貝匝肋耳用皂莢木做了一個櫃,長二肘半,寬一肘半,高一肘半,
2 તેણે તેને અંદર તથા બહારથી શુદ્ધ સોનાથી મઢીને તેની આસપાસ સોનાની કિનારી બનાવી.
裏外包上了純金,周圍做了金花邊。
3 તેણે તેના ચાર પાયામાં સોનાનાં ચાર કડાં જોડ્યાં, એટલે તેની એક બાજુએ બે કડાં અને તેની બીજી બાજુએ બે કડાં.
鑄了四個金環,安在四個腳上:這邊兩個,那邊兩個。
4 તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યાં અને તેને સોનાથી મઢી લીધાં.
又用皂莢木做了杠桿,包上了金。
5 તેણે કરારકોશને ઊંચકવા માટે તેની બાજુ પરનાં કડાંમાં તે દાંડા પરોવી દીઘા.
將杠桿穿入約櫃邊的環內,作抬櫃之用。
6 તેણે શુદ્ધ સોનામાંથી અઢી હાથ લાંબુ અને દોઢ હાથ પહોળું દયાસન બનાવ્યું.
又用純金做了贖罪蓋,長二肘半,寬一肘半。
7 તેણે સોનાના બે કરુબો બનાવ્યાં. તેણે તેમને દયાસનને બન્ને છેડે ઘડતર કામના બનાવ્યાં.
又做了一對金革魯賓,由贖罪蓋兩端用鎚工做成;
8 એક છેડે એક કરુબ અને બીજે છેડે એક કરુબ. તેના બે છેડા પરના કરુબો તેણે દયાસનની સાથે સળંગ બનાવ્યાં.
在這端做了一個革魯賓,在那端做了一個革魯賓;贖罪蓋兩端的革魯賓與贖罪蓋連在一起;
9 કરુબોની પાંખો ઊંચે ફેલાવીને પોતાની પાંખો વડે દયાસન પર આચ્છાદન કર્યું. તેઓના મુખ સામસામાં હતા અને દયાસનની તરફ કરુબોનાં મુખ હતાં.
革魯賓的翅膀,伸展其上,翅膀遮著贖罪蓋;他們的臉彼此相對,面朝贖罪蓋。製作供桌
10 ૧૦ બસાલેલે બાવળના લાકડામાંથી બે હાથ લાંબી, એક હાથ પહોળી અને દોઢ હાથ ઊંચી મેજ બનાવી.
又用皂莢木做了供桌,長二肘,寬一肘,高一肘半,
11 ૧૧ આખી મેજને શુદ્ધ સોનાથી મઢી લઈને મેજની ચારે તરફની ધાર પર સોનાની કિનારી બનાવી.
包上了純金,周圍做了金花邊,
12 ૧૨ તેણે તેની ફરતે ચાર ઈંચની કિનાર બનાવી અને તેની ફરતે સોનાની કોર મૂકી.
周圍做了一掌寬的框子,框子周圍,也做了金花邊。
13 ૧૩ તેણે તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં બનાવ્યાં અને ચાર ખૂણે ચાર પાયામાં જડી દીધાં.
又鑄了四個金環,將金環安在桌四腳的角上。
14 ૧૪ મેજ ઊંચકવાની દાંડીની જગ્યાઓ એટલે કડાં એ કિનારીની નજીક હતા.
環子靠近框子,為穿抬供桌的杠桿.。
15 ૧૫ તેણે મેજ ઊંચકવા માટે બાવળના લાકડાની દાંડીઓ બનાવી અને તેને સોનાથી મઢી લીધી.
又用皂莢木做了杠桿,包上金,為抬供桌之用。
16 ૧૬ તેણે મેજ માટેનાં વાસણો, એટલે થાળીઓ, ચમચીઓ, વાટકા, બરણીઓ અને પેયાર્પણ માટેના પ્યાલા શુદ્ધ સોનાનાં બનાવ્યાં.
又用純金做了供桌上的器物:盤、碟、杯和為奠祭用的爵。燈台
17 ૧૭ તેણે શુદ્ધ સોનાનું દીપવૃક્ષ બનાવ્યું. ઘડતર કામનું દીપવૃક્ષ તેણે બનાવ્યું. એટલે તેની બેઠક તથા તેનો દાંડો, તેનાં ચાડાં, તેની કળીઓ તથા તેનાં ફૂલ તે તેની સાથે સળંગ જોડેલાં હતાં.
又用純金做了燈台:燈台同燈座以及登幹,全用鎚工做成;花朵,即花托和花瓣,都由燈台發出。
18 ૧૮ દીપવૃક્ષની બન્ને બાજુએ ત્રણ ત્રણ એમ કુલ છ શાખાઓ હતી.
燈台兩面發出了六叉:這面三叉,那面三叉。
19 ૧૯ એક શાખામાં બદામફૂલના આકારનાં બનાવેલાં ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ અને બીજી શાખામાં બદામફૂલના આકારનાં બનાવેલાં ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ, આમ દીપવૃક્ષમાંથી નીકળતી કુલ છ શાખાઓ હતી.
在一叉上,有像杏花的三朵花,都有花托和花瓣;在另一叉上也有像杏花的三朵花,都有花托和花瓣;由燈台發出的六叉都是一樣。
20 ૨૦ દીપવૃક્ષમાં બદામફૂલના આકારના બનાવેલા ચાર ચાડાં, તેઓની કળીઓ તથા તેઓના ફૂલ હતાં.
在燈台的直幹上,有像杏花的四個花朵,都有花托和花瓣。
21 ૨૧ દીપવૃક્ષનાં સ્તંભ ઉપર બબ્બે શાખાઓની દરેક જોડી નીચે એક એક ફૂલ હતું. વળી ટોચની શાખાની જોડીના ઉપરના ભાગમાં પણ એક ફૂલ હતું અને નીચેની શાખાઓની જોડીના નીચેના ભાગમાં એક ફૂલ હતું, આમ ચાર ફૂલ હતાં.
由燈幹發出的每兩叉之下,各有一個花朵;從燈幹發出的六個叉都是如此。
22 ૨૨ દીવીની થાંભલી સાથે શાખાઓ અને કળીઓ જોડી દેવામાં આવ્યા હતાં અને એ બધું શુદ્ધ સોનાનાં ઘડતર કામનું હતું.
這些花朵和燈叉,都從燈台發出,全是用整塊純金鎚成。
23 ૨૩ બસાલેલે તેના સાત દીવા, દીવી માટે સાત કોડિયાં બનાવ્યાં. દિવેટની વાટ સમારવાની કાતર અને રાખદાનીઓ શુદ્ધ સોનામાંથી બનાવ્યાં.
又做了燈台上的七盞燈,以及純金的燈剪和碟子。
24 ૨૪ તેણે દીપવૃક્ષ અને તેનો સાજ બનાવવામાં એક તાલંત શુદ્ધ સોનું વાપર્યું હતું.
為做燈台和一切用具,用了一塔冷通純金。香壇
25 ૨૫ બસાલેલે ધૂપ માટેની વેદી બાવળના લાકડામાંથી બનાવી. તેની લંબાઈ એક હાથ, પહોળાઈ એક હાથ તથા ઊંચાઈ બે હાથ અને સમચોરસ હતી. તેના શિંગ તેની સાથે સળંગ જોડેલાં હતાં.
以後用皂莢木做了香壇,長一肘,寬一肘,方形,高二肘,四角從壇上突出。
26 ૨૬ આખી વેદીને તેણે શુદ્ધ સોનાથી મઢી હતી, એટલે તેની ચારે તરફની બાજુઓ તથા તેના શિંગ અને તેની આસપાસ તેણે સોનાની કિનારી બનાવી.
又用純金包了壇、壇的上面、四壁、周圍和四角;壇周圍做了金花邊。
27 ૨૭ તેણે તેને માટે બે સોનાનાં કડાં બનાવીને બન્ને બાજુએ કિનારીની નીચે જડી દીધાં. જેથી તેને ઊંચકતી વખતે દાંડા પરોવી શકાય.
壇兩側花邊下,做了兩個金環,兩面都有,為穿杠桿抬壇之用。
28 ૨૮ તેણે બાવળનાં લાકડાના દાંડા બનાવીને સોનાથી મઢ્યા.
又用皂莢木做了杠桿,包上了金。
29 ૨૯ તેણે અભિષેક માટેનું પવિત્ર તેલ તથા શુદ્ધ ખુશબુદાર સુગંધીઓનો ધૂપ બનાવ્યાં.
以後又以配製香料的方法,做了為傅禮用的聖油,和為焚香用的純香料。

< નિર્ગમન 37 >