< માર્ક 15 >

1 સવાર થઈ કે મુખ્ય યાજકોએ, વડીલો, શાસ્ત્રીઓ તથા આખી ન્યાયસભાએ સાથે મળીને કાવતરું રચ્યું. પછી તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને પિલાતને સોંપી દીધાં.
As soon as it was early morning, having already formed a plan, the chief priests with the elders and scribes, indeed the whole council, bound Jesus, led Him away and handed Him over to Pilate.
2 પિલાતે ઈસુને પૂછ્યું કે, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’ તેમણે જવાબ આપતાં તેને કહ્યું કે, ‘તું કહે છે તે જ હું છું.’”
Pilate asked Him, “Are you the king of the Jews?” So in answer He said to him, “You stated a fact!”
3 મુખ્ય યાજકોએ તેમના પર ઘણાં આક્ષેપો મૂક્યા.
But the chief priests kept accusing Him of many things.
4 પિલાતે ફરી તેમને પૂછતાં કહ્યું કે, ‘શું તું કંઈ જ જવાબ આપતો નથી? જો, તેઓ તારા પર કેટલા બધા આક્ષેપો મૂકે છે!’
So Pilate asked Him again, saying: “Are you not going to answer? See how many things they are testifying against you!”
5 પણ ઈસુએ બીજો કોઈ જવાબ આપ્યો નહિ, જેથી પિલાતને આશ્ચર્ય થયું.
But Jesus still gave no answer, so that Pilate marveled.
6 આ પર્વમાં જે એક બંદીવાનને લોકો માગે તેને તે છોડી દેતો હતો.
Now at the feast he would release to them one prisoner, whomever they would request.
7 કેટલાક દંગો કરનારાઓએ હુલ્લડમાં ખૂન કર્યું હતું તેઓની સાથે કેદમાં પડેલો એવો બરાબાસ નામનો એક માણસ હતો.
Well there was one called Barabbas, who had been bound with his fellow insurrectionists, who in the insurrection had committed murder.
8 લોકો ઉપર ચઢીને પિલાતને વિનંતી કરવા લાગ્યા કે, ‘જેમ તમે અમારે સારુ દર વખતે કરતા હતા તે પ્રમાણે કરો.’”
Then the crowd began to call out and request that he do just as he always did for them.
9 પિલાતે તેઓને જવાબ આપતાં કહ્યું કે, ‘શું તમારી મરજી એવી છે કે, હું તમારે સારુ યહૂદીઓના રાજાને મુક્ત કરું?’”
So Pilate answered them, saying, “Do you want me to release to you the king of the Jews?”
10 ૧૦ કેમ કે તે જાણતો હતો કે મુખ્ય યાજકોએ અદેખાઈને લીધે તેમને સોંપી દીધાં હતા.
(He knew that the chief priests had handed Him over because of envy.)
11 ૧૧ પણ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા, એ સારુ કે ઈસુને બદલે તે તેઓને માટે બરાબાસને મુક્ત કરે.
But the chief priests stirred up the crowd, so that he should release Barabbas to them instead.
12 ૧૨ પણ પિલાતે ફરી તેઓને કહ્યું કે, ‘જેને તમે યહૂદીઓનો રાજા કહો છો, તેનું હું શું કરું?’”
Pilate answered and said to them again, “What then do you want me to do to him you call ‘king of the Jews’?”
13 ૧૩ તેઓએ ફરી બૂમ પાડી કે, ‘તેને વધસ્તંભે જડાવો.’”
Again they shouted, “Crucify him!”
14 ૧૪ પિલાતે તેઓને કહ્યું કે, ‘શા માટે? તેણે શું ખરાબ કર્યું છે?’ પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ‘ઈસુને વધસ્તંભે જડાવો.’”
But Pilate said to them, “But what evil did he do?” They just yelled all the louder, “Crucify him!”
15 ૧૫ ત્યારે પિલાતે લોકોને રાજી કરવા તેઓને સારુ બરાબાસને જતો કર્યો. અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડવા સારુ સોંપ્યાં.
So Pilate, wanting to gratify the crowd, released Barabbas to them, and Jesus, after a flogging, he handed over to be crucified.
16 ૧૬ સિપાઈઓ ઈસુને પ્રૈતોર્યુમ નામે કચેરીમાં લઈ ગયા; અને તેઓએ ચોકીદારોની આખી ટુકડીને બોલાવ્યા.
Then the soldiers led Him away into the courtyard (that is, the Praetorium) and assembled the whole garrison.
17 ૧૭ તેઓએ તેમને જાંબુડિયો ઝભ્ભો પહેરાવ્યો અને કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો;
They clothed Him with purple, plaited a crown of thorns and put it on Him,
18 ૧૮ અને ‘હે યહૂદીઓના રાજા, સલામ!’ એમ કહીને મશ્કરીમાં તેમને નમસ્કાર કરવા લાગ્યા.
and began to ‘acclaim’ Him by saying, “Hail, King of the Jews!”
19 ૧૯ તેઓએ તેમના માથામાં સોટી મારી, ઈસુના પર થૂંક્યાં અને ઘૂંટણ ટેકીને તેમની આગળ નમ્યાં.
They kept hitting Him on the head with a rod and spitting on Him, and kneeling down they would ‘worship’ Him.
20 ૨૦ તેમની મશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમના અંગ પરથી જાંબુડિયો ઝભ્ભો ઉતારી લીધો અને તેમના પોતાનાં વસ્ત્રો તેમને પહેરાવ્યાં; પછી વધસ્તંભે જડવા સારુ તેમને લઈ જવામાં આવ્યા.
When they had ridiculed Him, they took the purple off Him and put His own clothes on Him. Then they led Him out to crucify Him.
21 ૨૧ સિમોન નામે કુરેનીનો એક માણસ જે આલેકસાંદરનો તથા રૂફસનો પિતા હતો, તે ખેતરથી આવતાં ત્યાં થઈને જતો હતો. તેની પાસે સિપાઈઓએ બળજબરીથી ઈસુનો વધસ્તંભ ઊંચકાવ્યો.
A certain passer-by, Simon a Cyrenian (the father of Alexander and Rufus), coming in from the countryside, was compelled to carry His cross.
22 ૨૨ ગલગથા નામની જગ્યા, જેનો અર્થ ‘ખોપરીની જગ્યા’ છે, ત્યાં તેઓ તેમને લાવ્યા.
They brought Him to a place Golgotha, which is translated, ‘Place of a Skull’.
23 ૨૩ તેઓએ બોળ મિશ્રિત દ્રાક્ષારસ તેમને આપ્યો; પણ ઈસુએ તે પીવાની ના પાડી.
They offered Him wine mixed with myrrh to drink, but He did not take it.
24 ૨૪ સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં અને તેઓમાંના પ્રત્યેકે ઈસુના વસ્ત્રનો કયો ભાગ લેવો, તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખી. તેઓએ તેમના વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધાં.
After crucifying Him, they divided His clothes by casting lots for them, to see who would take what.
25 ૨૫ સવારમાં લગભગ નવ વાગ્યે તેઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં.
It was the third hour when they crucified Him.
26 ૨૬ તેના ઉપર ઈસુનું એવું તહોમતનામું લખ્યું હતું કે “યહૂદીઓનો રાજા.”
The statement of His ‘crime’ that had been written was: THE KING OF THE JEWS.
27 ૨૭ ઈસુની સાથે તેઓએ બે ચોરોને વધસ્તંભે જડ્યાં, એકને તેમની જમણી તરફ અને બીજાને ડાબી તરફ.
With Him they also crucified two bandits, one on His right and one on His left.
28 ૨૮ “તે અપરાધીઓમાં ગણાયો,” એવું જે શાસ્ત્રવચન હતું તે પૂરું થયું.
So the Scripture was fulfilled which says, “And He was numbered with transgressors.”
29 ૨૯ પાસે થઈને જનારાંઓએ ઈસુનું અપમાન કર્યું તથા માથાં હલાવતાં કહ્યું કે, ‘વાહ રે! મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર,
Those who passed by kept ridiculing Him, wagging their heads and saying, “Hey! You who can destroy the temple and build it in three days,
30 ૩૦ તું પોતાને બચાવ અને વધસ્તંભ પરથી ઊતરી આવ.’”
save yourself and come down from the cross!”
31 ૩૧ એ જ પ્રમાણે મુખ્ય યાજકોએ અંદરોઅંદર શાસ્ત્રીઓ સહિત મશ્કરી કરીને કહ્યું કે, ‘તેણે બીજાઓને બચાવ્યા, પણ પોતાને બચાવી શકતો નથી.
Similarly, the chief priests, with the scribes, kept mocking among themselves saying: “He saved others; he can't save himself!
32 ૩૨ ઇઝરાયલના રાજા, ખ્રિસ્ત, હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવ, કે અમે જોઈને વિશ્વાસ કરીએ.’” વળી જેઓ ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા હતા તેઓએ પણ તેમની નિંદા કરી.
Let the Christ, the king of Israel, descend now from the cross, that we may see and believe him.” Those who were crucified with Him insulted Him as well.
33 ૩૩ બપોરના લગભગ બારથી ત્રણ વાગ્યા સુધી આખા દેશમાં અંધારપટ છવાયો.
Now when the sixth hour had come [noon], darkness came over the whole land until the ninth hour.
34 ૩૪ બપોરે લગભગ ત્રણ વાગ્યે ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી કે, ‘એલોઈ, એલોઈ લમા શબક્થની, એટલે, મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?’”
At the ninth hour Jesus called out strongly, saying, “Eloi, Eloi, lima sabachthani?” which is translated, “O God, my God, why have You forsaken me?”
35 ૩૫ જેઓ પાસે ઊભા રહેલા હતા તેઓમાંના કેટલાકે તે સાંભળીને કહ્યું કે, ‘જુઓ, તે એલિયાને બોલાવે છે.’”
When some of the bystanders heard it they said, “Listen, he's calling Elijah.”
36 ૩૬ એક માણસે દોડીને સિરકામાં પલાળેલી વાદળી લાકડાની ટોચે બાંધીને તેમને ચૂસવા આપીને કહ્યું કે, ‘રહેવા દો, આપણે જોઈએ કે, એલિયા તેને ઉતારવાને આવે છે કે નહિ?’”
Then someone ran, filled a sponge with wine vinegar, put it on a reed and started offering it to Him to drink, saying, “You let him be! ‘Let's see if Elijah is coming to take him down’!”
37 ૩૭ ઈસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો.
Then Jesus gave a loud shout and breathed out His spirit;
38 ૩૮ મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થયા.
and the veil of the temple was torn in two from top to bottom.
39 ૩૯ જે સૂબેદાર તેમની સામે ઊભો હતો, તેણે જયારે જોયું કે તેમણે આવી રીતે પ્રાણ છોડ્યો, ત્યારે તેણે કહ્યું કે, ‘ખરેખર આ માણસ ઈશ્વરના દીકરા હતા.’”
Well when the centurion, who was standing opposite Him, saw that He breathed out His spirit after giving such a loud shout, he said, “This man really was God's Son!”
40 ૪૦ કેટલીક સ્ત્રીઓ પણ દૂરથી જોતી હતી; તેઓમાં મગ્દલાની મરિયમ, નાના યાકૂબ તથા યોસેની મા મરિયમ અને શાલોમી હતી.
There were also women looking on from a distance, among whom were Mary Magdalene, Mary the mother of James the Less and of Joses, and Salome
41 ૪૧ જયારે ઈસુ ગાલીલમાં હતા ત્યારે તેઓ તેમની પાછળ ચાલીને તેમની સેવા કરતી હતી; અને તેમની સાથે યરુશાલેમમાં આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ ત્યાં હતી.
—they used to follow Him and minister to Him when He was in Galilee—and many other women who had come up with Him to Jerusalem.
42 ૪૨ સાંજ પડી ત્યારે સિદ્ધીકરણનો દિવસ, એટલે વિશ્રામવારની આગળનો દિવસ હતો, માટે,
Now when evening had come, because it was Preparation Day (that is, the day before the Sabbath),
43 ૪૩ ન્યાયસભાનો એક માનવંતો સભાસદ, એટલે અરિમથાઈનો યૂસફ આવ્યો. તે પોતે પણ ઈશ્વરના રાજ્યની વાટ જોતો હતો; તેણે હિંમત રાખીને પિલાતની પાસે જઈને ઈસુનો દેહ માગ્યો.
Joseph of Arimathea, a prominent council member who also himself was waiting for the Kingdom of God, came and boldly went in to Pilate and asked for the body of Jesus.
44 ૪૪ પિલાત આશ્ચર્ય પામ્યો કે, ‘શું તે એટલો જલદી મૃત્યુ પામ્યો હોય!’ તેણે સૂબેદારને પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે, ‘ઈસુને મૃત્યુ પામ્યાને કેટલો વખત થયો?’”
Well Pilate was surprised that He was already dead; and summoning the centurion he asked him when He had died.
45 ૪૫ સૂબેદાર પાસેથી તે વિષે ખબર મળી ત્યારે પિલાતે યૂસફને એ દેહ અપાવ્યો.
Upon the centurion's confirmation he granted the body to Joseph.
46 ૪૬ યૂસફે શણનું વસ્ત્ર વેચાતું લીધું, મૃતદેહને ઉતારીને તેને શણના વસ્ત્રમાં વીંટાળ્યો અને ખડકમાં ખોદેલી એક કબરમાં દફનાવ્યો. અને તે કબર પર પથ્થર ગબડાવી મૂક્યોં.
Having bought linen, he took Him down, wrapped Him in the linen and laid Him in a tomb that had been cut out of rock; then he rolled a stone against the door of the tomb.
47 ૪૭ તેમને ક્યાં મૂક્યા એ મગ્દલાની મરિયમ તથા યોસેની મા મરિયમે જોયું.
Mary Magdalene and Mary the mother of Joses observed where He was placed.

< માર્ક 15 >