< માથ્થી 3 >

1 તે દિવસોમાં યોહાન બાપ્તિસ્મા કરનાર યહૂદિયાના અરણ્યમાં ઉપદેશ આપતા એમ કહેતો હતો કે,
Pamazuva iwayo kwakauya Johwani Mubhabhatidzi, achiparidza murenje reJudhiya,
2 “પસ્તાવો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”
uye achiti: Tendeukai; nokuti ushe hwematenga hwaswedera.
3 કારણ કે તે એ જ છે, જેનાં વિષે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે, “અરણ્યમાં પોકારનારની એવી વાણી છે, ‘પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.’”
Nokuti uyu ndiye wakarehwa nezvake naIsaya muporofita, achiti: Inzwi reanodanidzira murenje: Gadzirirai mugwagwa waIshe, ruramisai nzira dzake.
4 યોહાનનાં વસ્ત્રો ઊંટના વાળનાં હતાં, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા રાની મધ તેનો ખોરાક હતા.
Uyuwo Johwani waiva nechipfeko chake chemakushe ekamera nebhanhire rechikumba rakapoteredza chiuno chake; nekudya kwake kwaiva mhashu neuchi hwedondo.
5 ત્યારે યરુશાલેમના, યહૂદિયાના તથા યર્દનના આસપાસના સર્વ પ્રદેશના લોકો તેની પાસે ગયા.
Zvino kwakabudira kwaari Jerusarema neJudhiya rese nedunhu rese rakapoteredza Joridhani;
6 તેઓ પોતાનાં પાપો કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.
ndokubhabhatidzwa naye muna Joridhani vachireurura zvivi zvavo.
7 પણ ફરોશીઓમાંના તથા સદૂકીઓમાંના ઘણાંને પોતાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઈને યોહાને તેઓને કહ્યું કે, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં?
Asi wakati achiona vazhinji veVaFarisi neVaSadhusi vachiuya kurubhabhatidzo rwake akati kwavari: Zvizvarwa zvenyoka, ndiani wakakuratidzirai kuti mutize hasha dzinouya?
8 પસ્તાવો કરનારાને શોભે તેવા ફળ આપો.
Naizvozvo berekai zvibereko zvakafanira kutendeuka.
9 તમારા મનમાં એમ કહેવાનું ન ધારો કે, ‘ઇબ્રાહિમ અમારા પિતા છે’, કેમ કે હું તમને કહું છું કે, આ પથ્થરોમાંથી ઈશ્વર ઇબ્રાહિમને માટે સંતાનો ઉત્પન્ન કરી શકે છે.
Uye musafunga kutaura mukati menyu muchiti: Tina Abhurahama anova baba; nokuti ndinoti kwamuri: Mwari anokwanisa kubva pamabwe aya kumutsira Abhurahama vana.
10 ૧૦ વૃક્ષોના મૂળ પર કુહાડો પહેલેથી જ મુકાયો છે. માટે દરેક વૃક્ષ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.
Uye ikozvinowo sanhu ratoiswa pamudzi wemiti, naizvozvo muti umwe neumwe usingaiti chibereko chakanaka unotemwa ugokandirwa mumoto.
11 ૧૧ માટે પસ્તાવાને સારુ હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સામર્થ્યવાન છે, હું તેમના ચંપલ ઊંચકવાને યોગ્ય નથી; તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી તથા અગ્નિથી કરશે.
Ini zvirokwazvo ndinokubhabhatidzai nemvura mupinde mukutendeuka; asi uyo anouya shure kwangu ane simba kupfuura ini, wandisina kufanira kutakura shangu dzake; iye achakubhabhatidzai neMweya Mutsvene nemoto.
12 ૧૨ તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને પોતાના ઘઉં વખારમાં ભરશે, પણ ભૂસું, ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.”
Ane rusero rwuri muruoko rwake, uye achachenesa buriro rake kwazvo, ndokuunganidzira zviyo zvake mudura, asi hundi achaipisa nemoto usingadzimiki.
13 ૧૩ ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન નદીએ તેની પાસે આવ્યા.
Ipapo Jesu wakabva Garirea akasvika paJoridhani kuna Johwani, kuti abhabhatidzwe naye.
14 ૧૪ પણ યોહાને તેમને અટકાવતાં કહ્યું કે, “તમારાથી તો મારે બાપ્તિસ્મા પામવું જોઈએ અને શું તમે મારી પાસે આવો છો?”
Asi Johwani wakamurambidza achiti: Ini kunodikanwa kuti ndibhabhatidzwe nemwi, asi imwi mouya kwandiri?
15 ૧૫ પછી ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, “હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયીપણું એવી રીતે પૂરું કરવું તે આપણને ઉચિત છે.” ત્યારે યોહાને તેમને બાપ્તિસ્મા આપ્યું.
Asi Jesu achipindura wakati kwaari: Tenda ikozvino, nokuti saizvozvo zvakatifanira kuti tizadzise kururama kwese. Ipapo akamutendera.
16 ૧૬ જયારે ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી બહાર આવ્યા, અને જુઓ, તેમને સારુ સ્વર્ગ ઉઘાડાયું અને ઈશ્વરના આત્માને કબૂતર રૂપે ઊતરતા તથા પોતા પર આવતા તેમણે જોયા.
Asi Jesu, wakati abhabhatidzwa, akakwira pakarepo achibva mumvura; zvino tarira, matenga akamuzarukira, ndokuona Mweya waMwari achiburuka senjiva, achiuya pamusoro pake.
17 ૧૭ જુઓ, સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, “આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું.”
Zvino tarira, inzwi richibva kumatenga richiti: Uyu ndiye Mwanakomana wangu anodikanwa, wandinofara maari kwazvo.

< માથ્થી 3 >