< ೨ ತೀಮಥಿಯಃ 1 >

1 ಖ್ರೀಷ್ಟೇನ ಯೀಶುನಾ ಯಾ ಜೀವನಸ್ಯ ಪ್ರತಿಜ್ಞಾ ತಾಮಧೀಶ್ವರಸ್ಯೇಚ್ಛಯಾ ಯೀಶೋಃ ಖ್ರೀಷ್ಟಸ್ಯೈಕಃ ಪ್ರೇರಿತಃ ಪೌಲೋಽಹಂ ಸ್ವಕೀಯಂ ಪ್ರಿಯಂ ಧರ್ಮ್ಮಪುತ್ರಂ ತೀಮಥಿಯಂ ಪ್ರತಿ ಪತ್ರಂ ಲಿಖಾಮಿ|
ખ્રિસ્ત ઈસુમાં જીવનના વચન પ્રમાણે ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુના પ્રેરિત પાઉલ તરફથી વહાલા દીકરા તિમોથીને સલામ.
2 ತಾತ ಈಶ್ವರೋಽಸ್ಮಾಕಂ ಪ್ರಭು ರ್ಯೀಶುಖ್ರೀಷ್ಟಶ್ಚ ತ್ವಯಿ ಪ್ರಸಾದಂ ದಯಾಂ ಶಾನ್ತಿಞ್ಚ ಕ್ರಿಯಾಸ್ತಾಂ|
ઈશ્વર પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી, તને કૃપા, દયા તથા શાંતિ હો.
3 ಅಹಮ್ ಆ ಪೂರ್ವ್ವಪುರುಷಾತ್ ಯಮ್ ಈಶ್ವರಂ ಪವಿತ್ರಮನಸಾ ಸೇವೇ ತಂ ಧನ್ಯಂ ವದನಂ ಕಥಯಾಮಿ, ಅಹಮ್ ಅಹೋರಾತ್ರಂ ಪ್ರಾರ್ಥನಾಸಮಯೇ ತ್ವಾಂ ನಿರನ್ತರಂ ಸ್ಮರಾಮಿ|
વંશપરંપરાથી જે મારા પૂર્વજોના ઈશ્વર કે, જેમને હું શુદ્ધ અંતઃકરણથી ભજું છું, તેમની આભારસ્તુતિ કરું છું કે, મારી પ્રાર્થનાઓમાં હું રાતદિવસ તારું સ્મરણ નિત્ય કરું છું.
4 ಯಶ್ಚ ವಿಶ್ವಾಸಃ ಪ್ರಥಮೇ ಲೋಯೀನಾಮಿಕಾಯಾಂ ತವ ಮಾತಾಮಹ್ಯಾಮ್ ಉನೀಕೀನಾಮಿಕಾಯಾಂ ಮಾತರಿ ಚಾತಿಷ್ಠತ್ ತವಾನ್ತರೇಽಪಿ ತಿಷ್ಠತೀತಿ ಮನ್ಯೇ
તારાં આંસુઓ યાદ કરતા હું તને જોવાને ઘણો ઉત્સુક થાઉં છું કે (તને જોઈને) હું આનંદથી ભરપૂર થાઉં;
5 ತವ ತಂ ನಿಷ್ಕಪಟಂ ವಿಶ್ವಾಸಂ ಮನಸಿ ಕುರ್ವ್ವನ್ ತವಾಶ್ರುಪಾತಂ ಸ್ಮರನ್ ಯಥಾನನ್ದೇನ ಪ್ರಫಲ್ಲೋ ಭವೇಯಂ ತದರ್ಥಂ ತವ ದರ್ಶನಮ್ ಆಕಾಙ್ಕ್ಷೇ|
કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે અગાઉ તારી દાદી લોઈસમાં તથા તારી મા યુનિકેમાં રહેલો હતો, અને મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે.
6 ಅತೋ ಹೇತೋ ರ್ಮಮ ಹಸ್ತಾರ್ಪಣೇನ ಲಬ್ಧೋ ಯ ಈಶ್ವರಸ್ಯ ವರಸ್ತ್ವಯಿ ವಿದ್ಯತೇ ತಮ್ ಉಜ್ಜ್ವಾಲಯಿತುಂ ತ್ವಾಂ ಸ್ಮಾರಯಾಮಿ|
માટે હું તને યાદ કરાવું છું કે, ઈશ્વરનું જે કૃપાદાન મારા હાથ મૂકવાથી તને મળ્યું તેને તારે જ્વલિત રાખવું.
7 ಯತ ಈಶ್ವರೋಽಸ್ಮಭ್ಯಂ ಭಯಜನಕಮ್ ಆತ್ಮಾನಮ್ ಅದತ್ತ್ವಾ ಶಕ್ತಿಪ್ರೇಮಸತರ್ಕತಾನಾಮ್ ಆಕರಮ್ ಆತ್ಮಾನಂ ದತ್ತವಾನ್|
કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહિ, પણ સામર્થ્યનો, પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો (આત્મા) આપ્યો છે.
8 ಅತಏವಾಸ್ಮಾಕಂ ಪ್ರಭುಮಧಿ ತಸ್ಯ ವನ್ದಿದಾಸಂ ಮಾಮಧಿ ಚ ಪ್ರಮಾಣಂ ದಾತುಂ ನ ತ್ರಪಸ್ವ ಕಿನ್ತ್ವೀಶ್ವರೀಯಶಕ್ತ್ಯಾ ಸುಸಂವಾದಸ್ಯ ಕೃತೇ ದುಃಖಸ್ಯ ಸಹಭಾಗೀ ಭವ|
માટે આપણા પ્રભુની સાક્ષી વિષે, અને હું જે તેમનો બંદીવાન છું, તેના વિષે તું શરમાઈશ નહિ, પણ સુવાર્તાને લીધે મારી સાથે ઈશ્વરના સામર્થ્ય પ્રમાણે તું દુઃખનો અનુભવ કર.
9 ಸೋಽಸ್ಮಾನ್ ಪರಿತ್ರಾಣಪಾತ್ರಾಣಿ ಕೃತವಾನ್ ಪವಿತ್ರೇಣಾಹ್ವಾನೇನಾಹೂತವಾಂಶ್ಚ; ಅಸ್ಮತ್ಕರ್ಮ್ಮಹೇತುನೇತಿ ನಹಿ ಸ್ವೀಯನಿರೂಪಾಣಸ್ಯ ಪ್ರಸಾದಸ್ಯ ಚ ಕೃತೇ ತತ್ ಕೃತವಾನ್| ಸ ಪ್ರಸಾದಃ ಸೃಷ್ಟೇಃ ಪೂರ್ವ್ವಕಾಲೇ ಖ್ರೀಷ್ಟೇನ ಯೀಶುನಾಸ್ಮಭ್ಯಮ್ ಅದಾಯಿ, (aiōnios g166)
તેમણે આપણો ઉદ્ધાર કર્યો તથા પવિત્ર પસંદગીથી આપણને, આપણા કામ પ્રમાણે નહિ, પણ તેમના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે તેડ્યાં. એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી; (aiōnios g166)
10 ಕಿನ್ತ್ವಧುನಾಸ್ಮಾಕಂ ಪರಿತ್ರಾತು ರ್ಯೀಶೋಃ ಖ್ರೀಷ್ಟಸ್ಯಾಗಮನೇನ ಪ್ರಾಕಾಶತ| ಖ್ರೀಷ್ಟೋ ಮೃತ್ಯುಂ ಪರಾಜಿತವಾನ್ ಸುಸಂವಾದೇನ ಚ ಜೀವನಮ್ ಅಮರತಾಞ್ಚ ಪ್ರಕಾಶಿತವಾನ್|
૧૦પણ આપણા ઉદ્ધારનાર ખ્રિસ્ત ઈસુના પ્રગટ થયાથી તે હમણાં પ્રસિદ્ધ થયેલી છે; તેમણે મરણને નષ્ટ કર્યું અને સુવાર્તાદ્વારા જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે;
11 ತಸ್ಯ ಘೋಷಯಿತಾ ದೂತಶ್ಚಾನ್ಯಜಾತೀಯಾನಾಂ ಶಿಕ್ಷಕಶ್ಚಾಹಂ ನಿಯುಕ್ತೋಽಸ್ಮಿ|
૧૧મને તે સુવાર્તાનો સંદેશાવાહક, પ્રેરિત તથા શિક્ષક નીમવામાં આવ્યો છે.
12 ತಸ್ಮಾತ್ ಕಾರಣಾತ್ ಮಮಾಯಂ ಕ್ಲೇಶೋ ಭವತಿ ತೇನ ಮಮ ಲಜ್ಜಾ ನ ಜಾಯತೇ ಯತೋಽಹಂ ಯಸ್ಮಿನ್ ವಿಶ್ವಸಿತವಾನ್ ತಮವಗತೋಽಸ್ಮಿ ಮಹಾದಿನಂ ಯಾವತ್ ಮಮೋಪನಿಧೇ ರ್ಗೋಪನಸ್ಯ ಶಕ್ತಿಸ್ತಸ್ಯ ವಿದ್ಯತ ಇತಿ ನಿಶ್ಚಿತಂ ಜಾನಾಮಿ|
૧૨એ કારણથી હું એ દુઃખો સહન કરું છું; તોપણ હું શરમાતો નથી; કેમ કે જેમના પર મેં વિશ્વાસ કર્યો તેમને હું ઓળખું છું, અને મને ભરોસો છે કે, તેમને સોંપેલી મારી અનામત તે દિવસ સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે.
13 ಹಿತದಾಯಕಾನಾಂ ವಾಕ್ಯಾನಾಮ್ ಆದರ್ಶರೂಪೇಣ ಮತ್ತಃ ಶ್ರುತಾಃ ಖ್ರೀಷ್ಟೇ ಯೀಶೌ ವಿಶ್ವಾಸಪ್ರೇಮ್ನೋಃ ಕಥಾ ಧಾರಯ|
૧૩જે સત્ય વચનો તેં મારી પાસેથી સાંભળ્યાં તેનો નમૂનો ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસ તથા પ્રેમમાં પકડી રાખ.
14 ಅಪರಮ್ ಅಸ್ಮದನ್ತರ್ವಾಸಿನಾ ಪವಿತ್ರೇಣಾತ್ಮನಾ ತಾಮುತ್ತಮಾಮ್ ಉಪನಿಧಿಂ ಗೋಪಯ|
૧૪જે સારી અનામત તને સોંપેલી છે તે આપણામાં રહેનાર પવિત્ર આત્મા વડે સંભાળી રાખ.
15 ಆಶಿಯಾದೇಶೀಯಾಃ ಸರ್ವ್ವೇ ಮಾಂ ತ್ಯಕ್ತವನ್ತ ಇತಿ ತ್ವಂ ಜಾನಾಸಿ ತೇಷಾಂ ಮಧ್ಯೇ ಫೂಗಿಲ್ಲೋ ಹರ್ಮ್ಮಗಿನಿಶ್ಚ ವಿದ್ಯೇತೇ|
૧૫તને ખબર છે કે, આસિયામાંના સઘળાએ મને છોડી દીધો છે; તેઓમાં ફુગિલસ તથા હેર્મોગેનેસ પણ છે.
16 ಪ್ರಭುರನೀಷಿಫರಸ್ಯ ಪರಿವಾರಾನ್ ಪ್ರತಿ ಕೃಪಾಂ ವಿದಧಾತು ಯತಃ ಸ ಪುನಃ ಪುನ ರ್ಮಾಮ್ ಆಪ್ಯಾಯಿತವಾನ್
૧૬પ્રભુ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો; કેમ કે તેણે વારે વારે મને ઉત્તેજન આપ્યું, અને મારાં બંધનને લીધે તે શરમાયો નહિ;
17 ಮಮ ಶೃಙ್ಖಲೇನ ನ ತ್ರಪಿತ್ವಾ ರೋಮಾನಗರೇ ಉಪಸ್ಥಿತಿಸಮಯೇ ಯತ್ನೇನ ಮಾಂ ಮೃಗಯಿತ್ವಾ ಮಮೋದ್ದೇಶಂ ಪ್ರಾಪ್ತವಾನ್|
૧૭પણ તે રોમમાં હતો ત્યારે સતત પ્રયત્નોથી મને શોધી કાઢીને તે મને મળ્યો.
18 ಅತೋ ವಿಚಾರದಿನೇ ಸ ಯಥಾ ಪ್ರಭೋಃ ಕೃಪಾಭಾಜನಂ ಭವೇತ್ ತಾದೃಶಂ ವರಂ ಪ್ರಭುಸ್ತಸ್ಮೈ ದೇಯಾತ್| ಇಫಿಷನಗರೇಽಪಿ ಸ ಕತಿ ಪ್ರಕಾರೈ ರ್ಮಾಮ್ ಉಪಕೃತವಾನ್ ತತ್ ತ್ವಂ ಸಮ್ಯಗ್ ವೇತ್ಸಿ|
૧૮(પ્રભુ કરે કે તે દિવસે પ્રભુ તરફથી તેના પર કૃપા થાય); એફેસસમાં તેણે (મારી) અનહદ સેવા કરી છે તે તું સારી રીતે જાણે છે.

< ೨ ತೀಮಥಿಯಃ 1 >